વેરાવળ નજીક આદ્રીના દરિયાકિનારે દુર્ઘટના : ફોટોગ્રાફરનો કેમેરો પણ વિકરાળ મોજું તાણી ગયું, મોડી સાંજ સુધી દરિાયના પાણીમાં યુવતીની શોધખોળ
વેરાવળ, : વેરાવળ તાલુાકના આદ્રી ગામે લગ્નનું પ્રિવેડીંગ શુટીંગ દરીયાકાંઠે કરતા હતા ત્યારે મોજું આવતા ચાર યુવાનો અને એક યુવતી તણાઈ ગયા હતાં. જેમાં ચાર યુવાનો બહાર નિકળી ગયા હતાં, પણ યુવતી લાપતા થઈ જતા શોધખોળ કરાઈ હતી, પણ મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો.
વેરાવળતાલુકાના આદ્રી ગામે દરીયા કાંઠે લગ્નનું પ્રિવેડીંગ શુટીંગ કરવા સવારે 11 વાગ્યે છોકરા છોકરીઓ કરી રહ્યા હતાં. ચાર છોકરા તથા એક છોકરી પાણીમાં ઉભેલા હતાં ત્યારે જોરદાર મોજું આવતા તમામને દરીયામાં લઈ ગયું હતું. મહામહેનતે ચાર છોકરાઓ બહાર નિકળી ગયા હતાં. બચાવો બચાવોની બુમપાડતા લોકો ભેગા થઈ ગયેલા હતાં. તાત્કાલીક પોલીસ, ફાયર બ્રિગેડ અને ડીઆરએફટીમ પહોંચી હતી. દરીયામાં નવાપરાની જયોતી હરસુખભાઈ પરમાર લાપત્તા થઈ હતી. સાંજે 7 વાગ્યા સુધી કોઈપણ પત્તો મળેલો ન હોતો.
જાણવા મળતી વિગત મુજબ માંગરોળ તાલુકાના ઢોલાણા ગામના યુવકનાં છાત્રોડા ગામની યુવતી સાથેલગ્ન થવાના હોય, નવાપરા રહેતી યુવતી તેની માસીઆઈ બહેન હોય તે પણ પ્રિવેડીંગ શુટીંગ માટે આવી હતી, જે તણાઈ ગઈ હતી. શુટીંગ કરનાર ફોટોગ્રાફરનો કેમેરો પણ દરીયામાં પડી ગયો તે પણ મળેલો ન હતો. બનાવના સ્થળે ખારવા સમાજ પટેલ તેમની ટીમ સાથે પહોંચી ગયેલા હતાં. તેમણે પણ શોધખોળ હાથ ધરી હતી. જો કે, રાત થઈજતાં શોધખોળ અશક્ય બનતા પોલીસેસ્થળ ઉપર બંદોબસ્ત ગોઠવી આજુ બાજુના દરીયાકાંઠાના વિસ્તારોમાં ગુમ થયેલી યુવતી અંગે જાણ કરી હતી. આ બનાવ બનાત શોકની લાગણી વ્યાપી છે.


