વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ યોજીત પાંચ દિવસના ગ્રીષ્મોત્સવની પૂર્ણાહુતિ
Vadodara Corporation : વડોદરા વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રીષ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. "ખેલશે તે ખીલશે" સૂત્ર સાર્થક કરવા માટે વર્ષ 2022 થી 75 વિદ્યાર્થીઓ સાથે આની શરૂઆત થઈ હતી. આ વર્ષે પાંચ દિવસના આ ઉત્સવમાં 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 90 ટકા શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ તથા 10 ટકાથી વધુ અન્ય શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે જોડાયા હતા. ગ્રીષ્મોત્સવ અંતર્ગત આ વર્ષે શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રા.શાળા અને પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રા.શાળા એમ બે શાળાના રમતના મેદાનમાં અને શાળાના ચોકમાં જુદા જુદા પ્રકારની રમતો રમાડી હતી. જેમાં વિદ્યાર્થીઓએ કબડી, બેડમિન્ટન, રસ્સાખેંચ, સતોડિયું, જુડો, યોગ, દોડ, ખો-ખો લંગડી, ચેસ અને કેરમ જેવી રમતો રમીને મજા માણી હતી. આ રમતોના મૂળભૂત નિયમોનું જ્ઞાન પ્ર-શિક્ષિત વ્યાયામ શિક્ષકો દ્વારા 5 દિવસ સુધી આપવામાં આવ્યું હતું.