Gujarat
હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર
By GS TEAM
23 Aug 20251 min read

- આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની
- હથિયારો પીપલગ ચોકડી પાસેની કેનાલમાં નાખ્યા હોવાનું જણાવતા શોધખોળ શરૂ
આણંદ : આણંદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં મુખ્ય સૂત્રધાર ફૈઝલ મલેકની વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આણંદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલા મલેકની ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના ફૈઝલ મલેકે પોતાના મિત્ર ઐયાન મલેકની મદદગારીથી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. અમદાવાદ ખાતેથી બંને આરોપીઓ ઝડપાયા બાદ ફૈઝલ મલેકને ઝપાઝપી દરમિયાન હાથના ભાગે ઈજાઓ થઈ હોવાથી સારવાર બાદ આજે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ફૈઝલ મલેકના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ હત્યા કર્યા બાદ બંને યુવકોએ હત્યામાં વપરાયેલ હથિયાર પીપલક ચોકડી નજીકથી પસાર થતી કેનાલમાં નાખી દીધા હોવાનું જાણવા મળતા પોલીસે હથિયારો શોધવા માટે કેનાલમાં તપાસ શરૂ કરી છે.









