Ahmedabad News : અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ બંધ રહેશે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે.

સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ
AMCના જણાવ્યા અનુસાર, અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાથી તંત્ર દ્વારા ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજ પર ક્ષતિ માલુમ પડતાં તંત્રએ સેફ્ટીના ભાગરૂપે 4 ડિસેમ્બર, 2025થી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ વધુ એક વરિષ્ઠ નાગરિકે 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડમાં ₹15.2 લાખ ગુમાવ્યા, FIR નોંધાઈ

વૈકલ્પિક રૂટ
સુભાષ બ્રિજ એકાએક બંધ કરવાથી સ્થળ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અવર-જવર કરતાં હોય છે, ત્યારે બ્રિજ બંધ થવાથી પરિવહન કરતાં લોકોને હાલાકી પડશે. તંત્રએ વૈકલ્પિક રૂટ માટે દધીચિ બ્રિજ સહિતના રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.



