નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) તરીકે 5 ઉમેદવારોની પસંદગી થઈ
4 અધિકારીઓને વધારાના ચાર્જ સાથે 2ની આંતરિક બદલીનો હુકમ
વડોદરા કોર્પોરેશનની ખાલી પડેલ જગ્યામાં 5 ડેપ્યુટી એન્જિનિયરોની આંતરિક ભરતી થવા પામી છે. તેમજ 4 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવા સાથે 2 અધિકારીની આંતરિક બદલીનો હુકમ પણ થયો હતો.
કોર્પોરેશનમાં ના. કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની જગ્યાઓ આંતરિક પસંદગીથી ભરવા વિદ્યામાન ભરતી ધોરણને અનુલક્ષી ગઈ તા. 30 જૂનના રોજ મળેલ પસંદગી સમિતિ દ્વારા પાંચ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ જગ્યા માટે 43 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં એ. આ. એન્જિનિયર રોનક દિલીપકુમાર શાહ , એ. આ. એન્જિનિયર તથા હ.ના.કા.ઇજનેર સાગર દીપકકુમાર બારોટ, જીગ્નેશગીર અમૃતગીર ગોસ્વામી અને જૈમીન રાજેશભાઈ ભાવસાર તથા એ. આ. એન્જિનિયર અશ્વિન રૂપસિંહભાઇ વસાવાનો સમાવેશ થાય છે. જ્યારે કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસર તથા સમકક્ષ સંવર્ગ અને રેવન્યુ ઓફિસર સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની કામગીરી સંદર્ભે હુકમ થયો છે. જેમાં વોર્ડ નં. 12 ના વોર્ડ ઓફિસર જીતેન્દ્ર કે. બ્રહ્મભટ્ટને હાલની કામગીરી ઉપરાંત પશ્ચિમ ઝોન હં. આ.મ્યુ.કમિશનર તરીકે, વોર્ડ નં. 14 ના વોર્ડ ઓફિસર જીગ્નેશ વી. ગોહિલને હાલની કામગીરી ઉપરાંત હેડ પી.આર.ઓ અને પ્રેસ તરીકે ,જમીન મિલકત અમલદાર મહેશ એમ. પરનામીને યુસીડી વિભાગમાં ,વોર્ડ નં.8ના રેવન્યુ ઓફિસર ઉત્પલ કે. તડવીને હાલની કામગીરી ઉપરાંત વોર્ડ નં. 8ના વોર્ડ ઓફિસર , જમીન મિલકત શાખા રેવન્યુ ઓફિસર સાવનકુમાર આઈ. વસાવાને વોર્ડ નંબર 17માં રેવન્યુ ઓફિસર , પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના રેવન્યુ ઓફિસર અશ્વિનીબેન એન.ટાંકને હાલની કામગીરી ઉપરાંત વોર્ડ નંબર 17ના રેવન્યુ ઓફિસર તરીકે ફરજ બજાવવાની રહેશે.