Jamnagar Gambling Raid : જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે વૃંદાવન સોસાયટીમાં એક વેપારીના રહેણાંક મકાન પર દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ વેપારીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તથા જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા જીગ્નેશ જમનભાઈ રાઠોડના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને કેટલાક વેપારીઓ એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પડ્યો હતો, જે દરોડા દરમિયાન પાંચ શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે મકાન માલિક જીગ્નેશ રાઠોડ ઉપરાંત અશોકભારથી રમણીકભારથી ગોસ્વામી, વિવેક મુકેશભાઈ ખાખરીયા, રાહુલ રમેશભાઈ ખરા અને રિઝવાન ફિરોજભાઈ જેસાણીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી 20,750 ની રોકડ રકમ તથા જુગારનો સામાન કબ્જે કર્યો છે.


