- પૈસાની હારજીતનો જુગાર રમતા હતા
- પોલીસે રોકડ રકમ રૂપિયા 18,170 સહિતની મત્તા જપ્ત કરીને ગુનો નોંધ્યો
નડિયાદ : બાવરા ગામની સીમમાં બુલેટ ટ્રેન નજીક ખેતરમાંથી પત્તાપાનાનો જુગાર રમતા પાંચ શખ્સો રોકડ રકમ રૂ.૧૮,૧૭૦ સાથે ઝડપાયા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા ટાઉન પોલીસ તા.૨૫મીની સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાવરા ગામની સીમમાં બુલેટ ટ્રેન નજીક ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે ખેડા ટાઉન પોલીસે રેડ પાડતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા શખ્સો પ્રતાપસિંહ ઉર્ફે જેણાભાઇ જુવાનસિંહ જાદવ, નરેશભાઈ મણીભાઈ ડાભી, લાલાભાઈ સમાભાઈ ભીખાભાઈ રાણા, ગલાબસંગ ઉર્ફે ગલાબભાઇ શીવાભાઈ ચૌહાણ તેમજ જુવાનસિંહ ઉફે ટીનો પુનમભાઈ સોઢા પરમારને જુગારના સાહિત્ય તેમજ રોકડ રકમ રૂ.૧૮,૧૭૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


