Get The App

3 કરોડની ઠગાઇમાં મહંત સહિત 5 આરોપીના 2 દિવસના રિમાન્ડ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
3 કરોડની ઠગાઇમાં મહંત સહિત 5 આરોપીના 2 દિવસના રિમાન્ડ 1 - image

અમરાપર ગૌશાળા અને મંદિરના નામે

આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી, બે ફરાર આરોપીની ધરપકડ કરવા કવાયત

સુરેન્દ્રનગરથાનગઢના અમરાપર ગૌશાળા અને મંદરિના નામે ૩.૦૯ કરોડની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટીલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  આ મામલે મહંત સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી.

  થાનગઢના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે તેમ જ મંદિરના લાભાર્થે ટિકિટનું વેચાણ કરી અને ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો દ્વારા ટિકિટનું વેચાણ કર્યા બાદ ડ્રો નું આયોજન કરવામાં આવવાનું હતું પરંતુ આયોજન દ્વારા કોઈ પણ પ્રકારનો ડ્રો યોજ્યો જ નહીં ડ્રોમાં ૫૫૫ ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રત્યેક ટિકિટની કિંમત ૫૦૦ રૃપિયા રાખવામાં આવી હતી. આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું અને ૩ કરોડ અને ૯૦ લાખ રૃપિયાની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું હતું આ અંગે ૦૭ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મંદિરના મહંત સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

 આ મુદ્દે ડ્રોના નામે છેતરપિંડી કરનાર અને ગૌશાળા અને મંદિરના નામે છેતરપિંડી કરનારા પાંચ જેટલા ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા અને કોર્ટમાં હાજર કરવામાં આવતા પાંચ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં રામદાસ બાપુ લગધીર કારેલીયા સુરેશ ઝરવરીયા મેરા ડાભી અને નરેશ સોલંકી નામના ઇસમોની અટકાયત કરવામાં આવી છે આ તમામ લોકો દ્વારા મંદિર અને ગૌશાળા ના નામે છેતરપિંડી કરી અને ૩ કરોડ અને ૯૦ લાખ રૃપિયાની ઉચાપત કરવામાં આવી છે. હજુ પણ રમેશ જેજરીયા અને હીરા ગામભાડિયા પોલીસ પકડથી દૂર છે ત્યારે તેની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.