ફેમિલીને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 5.98 લાખ પડાવી લીધા
સમા વ્રજવાટીકા સોસાયટીમાં રહેતી ભાવિતા જીગ્નેશભાઈ પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવે છે કે જાન્યુઆરી 2024માં અમારે કામ માટે વિદેશ જવાનો હોય મેં અને મારા પતિએ મોબાઈલથી facebook એપ્લિકેશન જાહેરાત જોઈ હતી. ઓવરસીઝ ગેટવેના નામથી વર્ક પરમિટ ની ઓફિસ વડીવાડી નેપ્ચ્યુન એજ નું સરનામું લખ્યું હતું. મારે તથા મારા પતિ તથા મારી દીકરી ને કેનેડા ખાતે વર્ક પરમિટ માટે જવાનું હોય અમે ઉપરોક્ત ઓફિસે ગયા હતા અને ગગનદીપસિંહ અમર પ્રિત સિંહ મળ્યા હતા તે સમયે સ્ટાફ ના અન્ય લોકો પણ હાજર હતા. કંપનીના ડાયરેક્ટર ગગનદીપસિંહ 90 દિવસમાં વિઝા તથા વર્ક પરમિટ કરી આપવાનું એગ્રીમેન્ટ અમારી સાથે કર્યું હતું અને આ મારી પાસેથી 5. 14 લાખ રૂપિયા તથા વિઝાની એપ્લિકેશન ફી પેટે 730 કેનેડિયન ડોલર મળી કુલ રૂપિયા 5.58 લાખની રકમ મેળવી લીધી હતી અને અમારે વર્ક પરમિટનું કામ કર્યું નહતું.