Get The App

અમદાવાદમાં OLX પર ગાડી વેચવાની જાહેરાત આપીને ગ્રાહક સાથે 5.50 લાખની ઠગાઈ આચરી

ફરિયાદીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

Updated: Sep 5th, 2023

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં OLX પર ગાડી વેચવાની જાહેરાત આપીને ગ્રાહક સાથે 5.50 લાખની ઠગાઈ આચરી 1 - image

અમદાવાદઃ શહેરમાં ગાડી વેચવાના બહાને 5.50 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. OLX પર ગાડી વેચવાની જાહેરાત મુકી હતી. આ જાહેરાત જોઈને ગ્રાહકે પોતાને મળેલ લોકેશન પર જઈને ગાડીનો આંટો માર્યો હતો. ત્યાર બાદ ગાડી ખરીદવા માટે રકમ નક્કી કરવામાં આવી હતી. આ રકમ આંગડીયું કર્યા બાદ ગાડીના માલિકે કહ્યું હતું કે, મને તો ખોટું બોલવાનું કહ્યું હતું એટલે હું તમારી સામે ખોટુ બોલ્યો છું. ગ્રાહકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાથી બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે સત્યકામ બારોટ મહેસાણા દુધ સાગર ડેરી વીહાર બ્રાન્ચમા સુપરવાઇઝર તરીકે છેલ્લા ૧૪ વર્ષથી નોકરી કરે છે. તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મારા મિત્ર ગોવિંદભાઇ ગવારીયાના મોબાઇલમા ગુગલ એપ્લીકેશનમા OLX ઉપર એકહોન્ડા સીટી ગાડીની વેચાણની જાહેરાત જોઈને મારે ફોરવીલ ગાડી લેવાની હોય જેથી જાહેરાતમા મોબાઇલ નંબર હતા તેમા ગોવિંદભાઇએ ફોન કરી વાત કરતા રાજુભાઇ ઉર્ફે અર્પિતભાઇ નામના માણસે વાત કરી હતી. ત્યારબાદ ગોવિંદભાઇના મોબાઇલમા લોકેશન તેમજ પાર્ટીનો નંબર મોકલી આપ્યો હતો. હુ તથા ગોવિંદભાઇ બંન્ને જણા અલ્ટો ગાડી લઇ બોપલ જવા નીકળ્યા હતાં. આ દરમિયાન ગોવિંદભાઇના ફોનમા રાજુભાઇના મોબાઇલ પરથી બે ત્રણ વખત ફોન આવ્યો હતો કે, તમો લોકેશન મુજબ પહોંચી જશો ત્યાં પાર્ટી તૈયાર છે. 

લોકેશન મુજબ અમે બોપલ ખાતે પહોંચી ગયા હતા અને ગોવિંદભાઇના ફોનમા રાજુભાઇએ લોકેશન તેમજ વિવેક શાહનો મોબાઇલ નંબર મોકલી આપ્યો હતો તે નંબર ઉપર ફોન કરતા વિવેકભાઇ શાહ તથા તેના બાપુજી આવીને અમને હોન્ડા સીટી બતાવી હતી અને ગાડીનો આંટો મારવા નીકળેલા તે વખતે પ્રદિપ શાહ ગાડીમા બેઠા હતાં. ગાડીનો આંટો મારી પાછા આવેલા અને હોન્ડા સીટી ગાડી મને ગમી જતા ગાડીનો ભાવતાલ કરી રકઝકના અંતે ગાડીના 5.50 લાખમા ખરીદવાનું નકકી કરેલ અને રાજુભાઇ એ ફોન કરી ગોવિંદભાઇને કહેલ કે તમે ત્યાં જ રહો મારો માણસ ગાડી વેચાણ કરવાના કાગળો લઇને આવે છે. તમે હાલજ આંગડિયામાં પૈસા મોકલી આપો તમોને એક કલાકમા ગાડી અપાવી દઉ છુ. મે મારા મિત્ર નરેશભાઇ પટેલ મારફતે આંગડીયુ કરાવી આપ્યું હતું.  તે પછી ઘણી વાર થવા છતા રાજુભાઇનો માણસ કાગળો લઇને આવેલ નહી અને રાજુભાઇએ ગોવિંદભાઇ તથા મારો ફોન રીસીવ કરવાનુ બંધ કરી દિધેલ જેથી અમોએ વિવેક શાહને વાત કરતા તેઓએ કહેલ કે રાજુભાઇએ અમોને ગાડી વેચાણ આપવા ખોટુ બોલવાનુ કહેલ હતુ. ત્યાર બાદ તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.