Gujarat

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી

By GS TEAM
14 Oct 20251 min read
TukuTouch Logo
ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 5:50 લાખ રૂપિયાની મતા લઈને ફરાર

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી

Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ પર અતુલ સોસાયટીમાં રહેતા મીત પૌનિનકુમાર શાહ ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેમના પત્ની પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ત્રીજી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે તેમના માતા-પિતા લગ્ન પ્રસંગે મુંબઈ ગયા હતા અને બીજે દિવસે સવારે મીત શાહ અને તેમના પત્ની નોકરી ગયા હતા કંપનીનું કામ પૂરું કરીને રાત્રે 8:30 વાગે તેઓ ઘરે આવ્યા ત્યારે જોયું તો મકાનના બારીના સળિયા તૂટેલા હતા અને તિજોરી ખુલ્લી હતી. ધોળે દિવસે થાકેલા ચોર ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 5:50 લાખ રૂપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા.