25 જૂને વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે 5.30 કલાકનો મેગા બ્લોક
વડોદરા-મણિનગર ઇન્ટરસિટી , વડોદરા-વલસાડ ઇન્ટરસિટી રદ્દ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂનના રોજ સવારે 11.15 થી સાંજે 4.45 કલાક સુધી 5.30 કલાકનો મેગા બ્લોકના કારણે વડોદરા મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
25 જૂને ટ્રેન નં. 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી, ટ્રેન નં.19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તથા ટ્રેન નં. 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. અને ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નં .12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ , ટ્રેન નં . 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ , ટ્રેન નં .12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ અને ટ્રેન નં . 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે. જેથી આ ફેરફારોને ધ્યાનમાં રાખીનેમુસાફરી કરવા યાત્રીઓને જણાવાયું છે.