Get The App

વાસદ- રણોલી સ્ટેશનોની વચ્ચે 5.30 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ રહેશે, એક આંશિક રદ્દ , 4 ટ્રેનો રિશિડયુલ તથા રેગ્યુલેટ કરાઈ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
વાસદ- રણોલી સ્ટેશનોની વચ્ચે 5.30 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે 1 - image


પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 અપ લાઇન પર રિ-ગર્ડરિંગની કામગીરી માટે 11જૂન 2025ના રોજ સવારે 11.15 કલાક થી સાંજે 4.45 વાગ્યા સુધી 5.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે વડોદરા મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

આગામી તા.11 જૂનના રોજ દોડનારી ટ્રેન નં. 19036  મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ , ટ્રેન નં. 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નં. 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નં. 12010  અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે. ટ્રેન નં. 16533  ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55  મિનિટ રેગ્યુલેટ રેહશે, ટ્રેન નં.12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે અને ટ્રેન નં. 20626  ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે. જેથી યાત્રીઓને વિનંતી કરી છે કે, તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. 

Tags :