Get The App

નવા સોફ્ટવેર અપડેશનની કામગીરીના કારણે આવતીકાલે જૂનાગઢ ડીવીઝનની 49 પોસ્ટ ઓફિસ બંધ રહેશે

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
નવા સોફ્ટવેર અપડેશનની કામગીરીના કારણે  આવતીકાલે જૂનાગઢ ડીવીઝનની 49 પોસ્ટ ઓફિસ બંધ રહેશે 1 - image


ડેટા નોંધણી, કન્ફર્મેશન પ્રક્રિયા બાદ, નવી APT એપ્લિકેશન કાર્યરત થવાથી ગ્રાહકોને ઝડપી સેવા મળશે 

જૂનાગઢ, : ટપાલ વિભાગ દ્વારા અધ્યતન એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો રોલ આઉટ શરૂ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટલ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરાશે. નવી સિસ્ટમ કાર્યરત કરવા અને ડેટા અપડેશન કામગીરીના કારણે સોમવારે જૂનાગઢ ડીવીઝન હેઠળની 49 પોસ્ટ ઓફિસ બંધ રહેશે. પોસ્ટ ઓફિસમાં 8 જુલાઈ મંગળવારથી નવી સિસ્ટમ અમલમાં આવશે. ટપાલ વિભાગના જણાવ્યા મુજબ નવા સોફ્ટવેરની કામગીરી હાથ ધરી છે. નવું ડિજિટલ પ્લેટફોર્મ અપગ્રેટ કરવા જૂનાગઢ ડીવીઝન હેઠળની જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર ત્રણ જિલ્લાઓમાં સમાવિષ્ટ 49 પોસ્ટની કચેરીઓમાં આવતીકાલે કામગીરી બંધ રહેશે. નવી એપીટી એપ્લિકેશન ગ્રાહકોની વધુ સારી અને ઝડપી સેવા પૂરી પાડવા માટે તૈયાર કરી છે. તે કાર્યરત થાય તે પૂર્વે સંપૂર્ણ ડેટા નોંધણી, સિસ્ટમ ચકાસણી અને કન્ફર્મેશન પ્રક્રિયા  જરૂરી છે. જેથી નવી સિસ્ટમ સરળ અને અસરકારક રીતે કાર્યરત થઇ શકે છે.

Tags :