Gujarat

બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ

By GS TEAM
18 Dec 20251 min read
બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ

- એક શખ્સની ધરપકડ 

- 48 હજારની ચાઇનીઝ દોરી પકડાતા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ 

આણંદ : તારાપુર-વાસદ હાઇવે પર આવેલા બોદાલ ગામના પાટિયા પાસે શખ્સ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૪૮ ફિરકી સાથે પકડાયો છે. આ મામલે બોરસદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  

તારાપુર વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા બોરસદના બોડાલ ગામના પાટિયા નજીક એક શખ્સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી બોરસદ શહેર પોલીસને મળી હતી.  પોલીસની ટીમ બોદાલ ગામ નજીક છુટા છવાયા વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન એક શખ્સ બોક્ષ લઈને આવી ચડતા પોલીસે તેને કોડન કરી ઝડપી પાડયો હતો. પોલીસે તેના નામ ઠામ અંગે પૂછતા તે પૂનમભાઈ હિંમતભાઈ તળપદા રહે બોદાલ હોવાનું જણાવ્યું હતું પોલીસે પુઠા નું બોક્સ ખોલીને જોતા અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૪૮ નંગ ફીરકીઓ મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૮ હજાર જેટલી થવા જાય છે પોલીસે ચાઈનીઝ દોરી નો જથ્થો કબજે લઈ ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી