ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું
ગત વર્ષની સરખામણીએ વાવણીમાં ઝડપ આવી
કપાસનું ૧૬,૨૩૫, મગફળીનું ૧૨,૨૩૪, ડાંગરનું ૩,૩૯૯, દિવેલાનું ૧,૧૦૬ હેક્ટરમાં વાવેતર
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં ઝડપ આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ વિસ્તારમાં વાવેતર થવા સાથે જિલ્લામાં ૪૮ ટકાએ પહોંચ્યુ છે. ખેડૂતોએ કપાસનું ૧૬,૨૩૫, મગફળીનું ૧૨,૨૩૪, ડાંગરનું ૩,૩૯૯ ઉપરાંત દિવેલાનું ૧,૧૦૬ હેક્ટરમાં વાવેતર કર્યું છે. તેમાં દહેગામમાં ૫૭.૨૨ ટકા, માણસામાં ૫૭ ટકા, ગાંધીનગરમાં ૫૪ ટકા અને કલોલ તાલુકામાં ૧૭ ટકા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે.
ગત પખવાડિયા સુધી ડાંગરનું વાવેતર થયુ ન હતું, જે ૩,૩૯૯ હેક્ટર પર
પહોંચી ગયું છે. બીજી બાજુ દિવેલાનું વાવેતર પણ ૮૮ હેક્ટરથી વધીને ૧,૧૦૬ સુધી પહોંચી
ગયું છે. બીજી બાજુ કપાસ અને મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાવા સાથે કુલ
વાવેતર ૫૯,૬૦૨
હેક્ટરે પહોંચ્યુ છે. જે ગત વર્ષે આ સમયગાળામાં ૫૭,૩૦૮ હેક્ટર પર પહોંચ્યુ હતું.
જોકે વર્ષ ૨૦૨૩માં
આ સમયગાળામાં ૬૪,૮૨૪
હેક્ટર સુધી વાવાણી પહોંચી ચૂકી હતી. દરમિયાન હાલની સ્થિતિએ ચાર તાલુકા પૈકી
દહેગામ તાલુકામાં ૨૨,૬૧૮
હેક્ટર વિસ્તારમાં, માણસા
તાલુકામાં ૧૫,૨૮૬
હેક્ટરમાં, ગાંધીનગર
તાલુકામાં ૧૭,૧૭૭
હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૪,૫૨૧
હેક્ટર વિસ્તારમાં ખરીફ મોસમના વિવિધ પાકનું વાવેતર થયુ્ં છે.
જિલ્લા ખેતીવાડી તંત્રના સુત્રોએ જણાવ્યા પ્રમાણે હજુ સારો
વરસાદ થવાની સાથે ડાંગર, દિવેલા, કપાસ અને મગફળીના
વાવેતરમાં વધારો થતો જશે. જિલ્લામાં અન્ય ખરીફ પાકના વાવેતર સંબંધમાં જણાવવામાં
આવ્યું કે અત્યાર સુધીમાં બાજરીનું ૩૭૯ હેક્ટરમાં, તુવેરનું ૧૪ હેક્ટરમાં, મગનું ૧૩૧ હેક્ટરમાં,
મઠનું ૯૮ હેક્ટરમાં, અડદનું
૨૭૩ હેક્ટરમાં, તલનું ૪૮
હેક્ટરમાં, સોયાબિનનું
૨૧ હેક્ટરમાં, ગુવારનું
૬૯૨ હેક્ટરમાં, શાકભાજીનું
૮,૭૦૭ હેકટરમાં અને
ઘાસચારાનું ૧૬,૨૬૫
હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.