Gujarat

47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ

By GS TEAM
23 Aug 20253 mins read
47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પડાતી  રોડ, ગટર,  સફાઈ અને પાણી જેવી સેવાઓ અંગે  વડોદરાના લોકો શું માને છે તે જાણવા માટે   એમ.એસ.યુનિવસટીના સ્ટેટેસ્ટિકસ વિભાગના વિદ્યાર્થીઓની ટીમે  આ માટેનો એક  સર્વે હાથ ધર્યો હતો.જેના તારણો કોર્પોરેશનના શાસકો માટે આંખ  ઉઘાડનારા છે.

એમએસસીના વિદ્યાર્થીઓ કૃપા વામજા, વિષ્ણુ સુથાર, પૂર્વા પંચલા, ઝિંકલ  ચિરુટકરે વિભાગના અધ્યાપક ડો.દીપા  કંડપાલના માર્ગદર્શન હેઠળ વડોદરાના ૧૯  વોર્ડમાંથી વોર્ડ નંબર ૨, ૭, ૪, ૫, ૧૭, ૧૮, ૧૦  અને ૮ને પસંદ કર્યા હતા.દરેક વોર્ડમાં ૧૦ થી ૧૫  સોસાયટીઓના લોકોને વિદ્યાર્થીઓ મળ્યા હતા.કુલ મળીને ૩૯૫  નાગરિકોને તેમણે સર્વેમાં સામેલ કર્યા હતા.

ડો.દીપા કંડપાલ તેમજ આ ટીમના વિદ્યાર્થી વિષ્ણુ સુથાર કહે છે કે  સર્વેમાં અમે સોસાયટીઓના લોકોને ધ્યાનમાં લીધા હતા.ેજના તારણો પ્રમાણે  લોકોને સૌથી વધારે અસંતોષ અપૂરતી  કચરાપેટીઓના મુદ્દે છે.૭૫ ટકા લોકો માને છે કે,  શહેરમાં કચરાપેટીઓ ઉપલબ્ધ નથી.બીજો મુદ્દો  પાણીના સપ્લાયનો છે.૪૭ ટકા લોકોનું કહેવું છે  કે, પૂરતું પાણી મળતું નથી.

સાથે-સાથે ૩૧ ટકા લોકોના મતે રસ્તાઓ ખરાબ  સ્થિતિમાં છે અને માત્ર સાત ટકા લોકોને જ  રસ્તા બહું જ સારા હોવાનું લાગે છે.રસ્તાઓની  સાફ સફાઈથી ૪૮ ટકા લોકોને સંતોષ છે અને ૧૪  ટકા લોકો નાખુશ છે.જ્યારે આ મુદ્દે કશું નહીં કહીં  શકનારા લોકોની સંખ્યા ૨૬ ટકા છે.જે ઘણી  વધારે કહી શકાય.

આ સર્વેમાં કોર્પોરેશન માટે રાહતનો મુદ્દો એ છે કે ૮૧ ટકા લોકોએ પાણીની ગુણવત્તા સારી કે ઘણી  સારી હોવાનો અભિપ્રાય આપ્યો છે.

દરેક વોર્ડમાં લોકોએ શું કહ્યું 

કચરાપેટીની  ઉપલબ્ધતા

વોર્ડ અત્યંત અત્યંત

નં. અસંતોષજનક અસંતોષજનક તટસ્થ સંતોષજનક સંતોષજનક

૨૧% ૫૪% ૭% ૧૫% ૩%

૧૮% ૩૯% ૧૦% ૩૩% ૦%

૪૪% ૪૨% ૪% ૧૦% ૦%

૮% ૯૧% ૨% ૦% ૦%

૧૭ ૮% ૪૩% ૨૦% ૩૦% ૦%

૧૮ ૨૧% ૪૯% ૯% ૨૧% ૦%

૧૦ ૨૯% ૫૩% ૯% ૯% ૦%

૩૬% ૪૮% ૨% ૧૪% ૦%

પૂરતું પાણી 

વોર્ડ નં. ક્યારેય નહીં કોઈ વખત ક્યારેક ઘણી વખત હંમેશા

૧૧% ૧૪% ૪૮% ૧૮% ૯%

૮% ૨% ૮% ૩૩% ૪૯%

૧૮% ૧૬% ૪૪% ૦% ૨૨%

૮% ૧૧% ૨૬% ૧૯% ૩૬%

૧૭ ૦% ૮% ૧૫% ૨૩% ૫૫%

૧૮ ૧૨% ૦% ૧૯% ૩૦% ૪૦%

૧૦ ૧૯% ૯% ૯% ૩૧% ૩૩%

૭% ૧૩% ૪૬% ૧૩% ૨૧%

પાણીની ગુણવત્તા

વોર્ડ અત્યંત અત્યંત

નં. અસંતોષજનક અસંતોષજનક તટસ્થ સંતોષજનક સંતોષજનક

૦% ૫% ૫% ૮૨% ૯%

૦% ૦% ૪% ૬૯% ૨૭%

૨% ૧૨% ૨૪% ૫૬% ૬%

૦% ૧૧% ૧૩% ૫૭% ૧૯%

૧૭ ૮% ૩% ૧૦% ૭૩% ૮%

૧૮ ૫% ૧૪% ૧૨% ૫૮% ૧૨%

૧૦ ૦% ૦% ૭% ૬૬% ૨૮%

૪% ૭% ૧૧% ૬૪% ૧૪%

રસ્તાની સ્થિતિ

વોર્ડ નં. ઘણી ખરાબ ખરાબ ઠીક ઠાક સારી ઘણી સારી

૦% ૩૪% ૪૮% ૧૮% ૦%

૦% ૪% ૧૨% ૫૩% ૩૧%

૪% ૩૪% ૨૬% ૩૨% ૪%

૪% ૧૭% ૪૦% ૩૮% ૨%

૧૭ ૦% ૮% ૩૩% ૫૦% ૧૦%

૧૮ ૦% ૨૧% ૨૮% ૪૪% ૭%

૧૦ ૪૦% ૩૧% ૧૨% ૧૭% ૦%

૭% ૩૦% ૩૬% ૨૩% ૪%

રસ્તાની સફાઈ

વોર્ડ અત્યંત અત્યંત

નં. અસંતોષજનક અસંતોષજનક તટસ્થ સંતોષજનક સંતોષજનક

૦% ૧૬% ૫૫% ૩૦% ૦%

૦% ૬% ૨% ૪૫% ૪૭%

૨% ૧૬% ૨૪% ૫૦% ૮%

૪% ૯% ૨૬% ૫૫% ૬%

૧૭ ૦% ૨૮% ૨૦% ૪૮% ૫%

૧૮ ૦% ૨૮% ૨૬% ૪૨% ૫%

૧૦ ૦% ૧૦% ૧૬% ૬૭% ૭%

૪% ૯% ૩૯% ૪૫% ૪%

આઠ ટકા લોકો  વીએમસી એપનો ઉપયોગ કરે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક એપ પણ છે.ચોેંકાવનારી વાત એ છે કે, આ એપની ૬૩ ટકા લોકોને જાણકારી જ નથી.ઉપરાંત માત્ર આઠ ટકા જ લોકો આ એપનો ઉપયોગ કરે છે.આમ કોર્પોરેશનની એપ માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ પર જ છે.

૬૧ ટકા લોકો કોર્પોરેશનને સીધી ફરિયાદ કરતા નથી 

કોઈ પણ સમસ્યા અંગે કોર્પોરેશનને ફરિયાદ કરનારા લોકોની સંખ્યા ૩૯ ટકા જ છે.૬૧ ટકા લોકો ફરિયાદ કરતા નથી.જે લોકો ફરિયાદ કરે છે તેમાંથી ૫૦ ટકા લોકોએ ફરિયાદનો સંતોષકારક ઉકેલ આવતો હોવાનું કહ્યું હતું.જ્યારે ૨૯ ટકા લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ૨૦ ટકાએ કોઈ પ્રકારનો જવાબ આપ્યો નહોતો.