Get The App

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી 1 - image


- 45 ખેડૂતોને રૂપિયા 41.70 લાખનું ચૂકવણું

- 5263 ખેડૂતોના રજિસ્ટ્રેશનમાંથી 886 ખેડૂતોને ખરીદી માટે મેસેજ મોકલાયા 

આણંદ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ૦૮ ખરીદ કેન્દ્ર ખાતે ૪૬૭ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે. તેમજ ૪૫ ખેડૂતોને ડાંગર ખરીદીના રૂપિયા ૪૧.૭૦ લાખ ઉપરાંતનું ચુકવણું કરવામાં આવ્યું છે. 

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલી છે. આણંદ જિલ્લા ખાતે આવેલા કુલ ૮ ખરીદ કેન્દ્ર ખાતે ડાંગર ખરીદી પ્રકીયા ચાલુ છે. ત્યારે 

જિલ્લામાં કુલ પર૬૩ ખેડૂતોએ રજિસ્ટ્રેેશન કરાવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૮૮૬ ખેડુતોને ખરીદી માટે મેસેજ મોકલવામાં આવ્યા હતા. તે પૈકી ૧૬૯ ખેડુત ડાંગર આપવા માટે ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અત્યાર સુધી કુલ ૪૬૭ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે અને ૪૫ ખેડુતોને ડાંગર ખરીદીની કુલ રકમ રૂ.૪૧,૭૦,૬૨૪નું ચુકવણું ઓનલાઇન ખેડૂતોના ખાતામાં સીધા નિગમ દ્વારા જમા કરાવવામાં આવ્યું છે.

Tags :