ભાવનગરમાં 7 મહિનામાં 46 શખ્સ પાસા હેઠળ જેલહવાલે

- પ્રોહિબિશન, શરીર સંબંધિત, લૂંટ, ચોરી જેવા ગંભીર ગુનાઓમાં પાસાની દરખાસ્ત
- ભાવનગર પોલીસ દ્વારા જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન પાસાની 86 દરખાસ્ત કરવામાં આવી હતી, 28 નામંજૂર, 12 પેન્ડિંગ
ભાવનગર શહેર અને જિલ્લામાં શરીર સંબંધિત, પ્રોહિબિશન, લૂંટ અને ચોરી જેવા ગુનાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો વિરૂદ્ધ ભાવનગર પોલીસ દ્વારા પાસાનું બ્રાહ્માસ્ત્ર ઉગામી જેલહવાલે કરવામાં આવે છે. જાન્યુઆરીથી જુલાઈના ૭ મહિનાના સમયગાળા દરમિયાન એકથી વધારે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા શહેર-જિલ્લાના આવા કુલ ૮૬ શખ્સો સામે ભાવનગર પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાંથી ૪૬ પાસાની દરખાસ્ત મંજુર થઈ છે, જ્યારે ૨૮ દરખાસ્ત નામંજુર થઈ છે. છેલ્લા સાત માસ દરમિયાન પોલીસે સૌથી વધારે માર્ચ, એપ્રીલ અને જુન માસમાં ૧૭-૧૭ પાસાની દરખાસ્ત કરી છે. જ્યારે સૌથી ઓછી મે માસમાં પાંચ પાસાની દરખાસ્ત થઈ છે. જેમાંથી સૌથી વધારે માર્ચ માસમાં ૧૦ પાસાની દરખાસ્ત અને સૌથી ઓછી મે માસમાં પાસાની બે દરખાસ્ત મંજુર થઈ છે. જ્યારે જુન થી ૫ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ પાસાની કુલ ૧૨ દરખાસ્ત પેન્ડિંગ છે.
વારંવાર ગુનાઓ આચરતા હિસ્ટ્રીશીટરોને પાસા હેઠળ જેલભેગા કરાય છે : એસપી
ભાવનગર જિલ્લામાં દારૂ, જુગાર, ચોરી અને શરીર સંબંધિત ગુનાઓ વારંવાર આચરતા શખ્સો વધારે ગુનાહિત પ્રવૃત્તિ ન આચરે તે માટે હિસ્ટ્રીશીટરો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરી જેલહવાલે કરવામાં આવતા હોય છે. જેથી વધુ સમય સુધી અસામાજીક તત્વો જેલમાં રહે અને ગુનાઓનું પ્રમાણ ઘટે તેમ જિલ્લા પોલીસવડા ડૉ.હર્ષદ પટેલે જણાવ્યું હતું.
છેલ્લા 7 માસમાં પોલીસે કરેલી પાસાની દરખાસ્તનું સરવૈયું
|
માસ |
દરખાસ્ત |
મંજૂર |
નામંજૂર |
|
જાન્યુઆરી |
૧૨ |
૦૯ |
૦૩ |
|
ફેબુ્રઆરી |
૧૦ |
૦૭ |
૦૩ |
|
માર્ચ |
૧૭ |
૧૦ |
૦૭ |
|
એપ્રિલ |
૧૭ |
૦૭ |
૧૦ |
|
મે |
૦૫ |
૦૨ |
૦૩ |
|
જૂન |
૧૭ |
૧૧ |
૦૨ |
|
જુલાઈ |
૦૬ |
- |
૦ |
|
૫ ઓગસ્ટ
સુધી |
૦૨ |
- |
- |
|
કુલ |
૮૬ |
૪૬ |
૨૮ |









