ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા

- ઓકટો.-24 ના માવઠાથી કપાસમાં થયેલ નુકસાન બાદ
- ઘોઘાનાં 3792, મહુવાનાં 14437, ઉમરાળાનાં 12910 અને સિહોરનાં 13878 ખેડૂતોને અંદાજે 50 કરોડથી વધુની રાહત અપાશે
ઓકટો. ૨૦૨૪ અંતર્ગત કમોસમી આવેલ ભારે વરસાદના કારણે ખેતરોમાં કપાસના ઉભા પાકને વ્યાપક નુકસાની થવા પામી હતી જેના વળતર અંગેની વ્યાપક માંગને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો અને દોઢ ઈંચ વરસાદની મર્યાદાને ધ્યાને લઈ ભાવનગર જિલ્લાનાં ચાર તાલુકાનેે આ રાહત પેકેજ આપવાનું નક્કી કરાયુ હતું. જેમાં એક હેકટર માટે ૧૧ હજાર અને મહતમ બે હેકટર સુધી સહાય આપવાનું ઠરાવાયું હતું. જોકે આ સહાયનો લાભ મેળવવા ૧ સપ્ટે. થી ૧૫ સપ્ટે. દરમ્યાન ઓનલાઈન ફોર્મ ભરવાનુ ંહતું જે સમય મર્યાદામાં ઘોઘામાંથી ૩૭૯૨ ખેડુતો, મહુવામાં ૧૪૪૩૭ ખેડુતો, ઉમરાળામાં ૧૨૯૧૦ ખેડૂતો અને સિહોરમાં ૧૩૮૭૮ ખેડુતો મળી કુલ ૪૫૦૧૭ ખેડુતોએ ફોર્મ ભર્યા હોવાનું જણાયું છે. જ્યારે આ ફોર્મ ઠરાવના ધારા ધોરણ પ્રમામે સ્કુટીની કર્યા બાદ એપ્રુવ-રીઝકટ પ્રક્રિયા હાથ ધરી પીએફએમએલ મારફત આરટીજીએસથી કૃષિ રાહત પેકેજની સહાય જેતે ખાતેદારના ખાતામાં જમા આપવામાં આવશે. જેમાં મહત્મ બે હેકટર સુધી સહાય આપવાનું આયોજન હોય એક અંદાજ મુજબ ૫૦ કરોડથી વધુ રકમ ખેડુતોને ચુકવાય તેવી સંભાવના છે.








