Gujarat

વારસિયા વિસ્તારમાંથી BSNLના ૪૫૦ મોડયૂલની ચોરી

By GS TEAM
21 Feb 20261 min read
વારસિયા વિસ્તારમાંથી BSNLના ૪૫૦ મોડયૂલની ચોરી

વડોદરા,પાણીગેટ વિસ્તારમાંથી બી.એસ.એન.એલ.ના મોડયૂલની ચોરી પછી હવે વારસિયા વિસ્તારમાંથી ૯૦ હજારના મોડયૂલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ગત ૨૭ મી જાન્યુઆરીએ  ૧૧ વાગ્યે બી.એસ.એન.એલ.ની પાણીગેટ એક્સચેન્જની ઓફિસ પર ગ્રાહકોના કોલ આવ્યા હતા કે, નેટવર્ક આવતું નથી. જે અંગે ટેલિફોન એક્સચેન્જના સ્ટાફે તપાસ શરૃ કરતા જાણવા મળ્યું હતું કે, જૂના આર.ટી.ઓ. સર્કલ પાસે, ગણેશનગર સોસાયટી  પાસેના પીલરમાં લાગેલા એક પણ ડિસ્ટ્રિબ્યૂશન મોડયૂલ નહતા. તેમજ પારસ સોસાયટી  પાસે, સંગમ ચાર રસ્તા પાસેના પીલરમાંથી પણ મોડયૂલની ચોરી થઇ હતી. ચોર ટોળકી કુલ૪૫૦ મોડયૂલ કિંમત રૃપિયા ૯૦ હજારની ચોરી ગઇ હતી.