Gujarat

૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે

By GS TEAM
7 Oct 20251 min read
૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે

વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશન વિવિધ ઔદ્યોગિક કંપનીઓને અંદાજે ૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાઇ કરીને આશરે ૪૫ કરોડની આવક પ્રાપ્ત કરશે.

સ્થાયી સમિતિ અધ્યક્ષે આ મુદ્દે કહ્યું હતું કે હાલમા રાજીવનગર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૦ એમએલડી ટ્રીટેડ પાણી આઇઓસીએલ કંપનીમાં આપી રહ્યા છે, જે જાન્યુઆરી ૨૦૨૬થી વધારીને ૪૦ એમએલડી કરવામાં આવશે. જે થકી મહાનગર પાલિકાને અંદાજીત ૧૫ કરોડ જેટલી આવક પણ થશે. 

આજ રીતે આગામી આયોજનના ભાગરૃપે છાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી ૫૦ એમએલડી પાણી જીએસએફસી, જીએસીએલ અને જીઆઇપીસીએલને આપવામાં આવશે. જેના થકી કોર્પોરેશનને વાર્ષિક ૯.૨૧ કરોડની આવક થશે. શેરખી પ્લાન્ટથી ૨૫ એમએલડી ટ્રીટેડ પાણી નંદેસરી જીઆઇડીસીમાં સપ્લાય કરવામાં આવશે. જેના દ્વારા ૨૧ કરોડની આવક મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના સુવેઝ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ટ્રીટેડ પાણીને બીજા નાના ઉદ્યોગો સિવાય ગાર્ડન અને ફાયરબ્રિગેડ જે માટે ઉપયોગમાં લેવામાં આવશે.