ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વસતા ગેરકાયદે 44 બાંગ્લાદેશી મળી આવ્યા
- એલઆઇબી વિભાગે તમામના રેકર્ડ તપાસી પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી શરૂ કરી
ભરૂચ : જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદી હુમલા બાદ ગૃહ મંત્રીએ ભારતમાં વસતા પાકિસ્તાનીઓને પરત મોકલવા અને બાંગ્લાદેશનીઓને પણ શોધી પરત મોકલવાનો આદેશ આપતા ભરૂચ જિલ્લા પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી ગેરકાયદે રહેતા ૪૪ જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડી પરત બાંગ્લાદેશ રવાના કરવા કામગીરી કરી છે.
ભરૂચ એસઓજી પોલીસ તથા એલઆઈબી સહિતની અલગ અલગ પોલીસની ૫૦ ટીમોએ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કામગીરી કરી ભરૂચના નન્નુ મિયા નાળા તથા વ્હાલું ગામ નજીક રહેતા ગેરકાયદે ૪૪ જેટલા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમને તેમના વતન પરત કરવા માટેની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જ્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી હેડ ક્વાર્ટર ખાતે ૧૦૦ શંકાસ્પદો પગપાળા લઇ જઇ પૂછપરછ કરી તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
જે બાદ બાંગ્લાદેશ કે પાકિસ્તાના જે તે વ્યક્તિને પરત મોકલી દેવામાં આવશે.ભરૂચ જિલ્લામાં વસતા બાંગ્લાદેશીઓને અલગ અલગ વિસ્તારોમાંથી શોધી કાઢી ભરૂચ એસોજી પોલીસ સ્ટેશનએ લાવી તેમની માહિતી મેળવી તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કામગીરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવાની કવાયત કરી છે.