Get The App

તળાજા શહેરમાં બે સ્થળેથી દારૂની 424 બોટલ ઝડપાઈ

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
તળાજા શહેરમાં બે સ્થળેથી દારૂની 424 બોટલ ઝડપાઈ 1 - image

- તળાજા પોલીસ મથકમાં અલગ-અલગ બે ફરિયાદ થઈ

- મોડી રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી બે શખ્સને રૂ. 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

તળાજા : તળાજા શહેરના અલગ-અલગ બે સ્થળોએ ગત મોડી રાત્રિએ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી વિદેશી દારૂની કુલ ૪૨૪ બોટલ સાથે બે શખ્સને કુલ રૂ.૧.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

તળાજાના સરતાનપર રોડ પર આવેલ અમરદીપ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાત્રિના એક કલાક દરોડો પાડયો હતો. અને બાતમીવાળી દુકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૭૬ બોટલ સાથે સંજય પંકજભાઈ ડાભી (રહે.ધાર ઉપર, સરતાનપર રોડ, તળાજા)ને કુલ રૂ.૧,૦૦,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં તળાજાના ગોપનાથ રોડ પર પાનમાવાની દુકાનમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાત્રિના બે કલાકના અરસામાં દરોડો પાડી વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે પરેશ ઉર્ફે ભીટુ ભગવાનભાઈ બારૈયા (રહે.ગોપનાથ રોડ,અંબિકા શોપિંગ)ને કુલ રૂ.૨૬,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.