Get The App

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય 1 - image


- વીરપુર બેઠક પર 1 ફોર્મ માન્ય રહેતા ભાજપ બિનહરીફ

- આણંદ જિલ્લામાંથી 17, ખેડામાં 19, મહીસાગરમાં 4 અને વ્યક્તિગત સભાસદના 2 ફોર્મ માન્ય 

આણંદ : અમૂલ ડેરીની ૧૨ બેઠકોની ચૂંટણી માટે ૭૦ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે ૪૫થી વધુ ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હતા. પેટલાદના ભાજપના ઉમેદવાર મીનાબેન પટેલે ૩૧ જેટલા ઉમેદવારીપત્રો ભર્યા હતા. શુક્રવારે મોડી રાત ૧૦ વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ રહી હતી. ૪૨ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા. આણંદ પ્રાંત કલેક્ટર કચેરીમાં સવારે ૧૧ વાગ્યાથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તમામ ઉમેદવારોને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી ઉમેદવારો સામે વાંધાઅરજી રજૂ કરી હતી. પરિણામે સુનાવણીમાં વધુ સમય પસાર થયો હતો. અરજી પાછળ અડધો કલાક જેટલો નિર્ણય લેવા માટેનો સમય અપાયો હતો. પરિણામે મોડી રાત ૧૦ વાગ્યા સુધી ચૂંટણી અધિકારીની કચેરીએ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કેટલા ફોર્મ રદ થયા અથવા કેટલા ઉમેદવારો સામે અરજી આવી તે સંદર્ભે વિગતો પ્રાપ્ત થઇ ન હતી. ત્યારે તા. ૩૦મીને શનિવારે ઉમેવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે શનિવારે સાંજે ૪ વાગ્યા પછી અમૂલની ચૂંટણીના ૧૩ બેઠકના ઉમેદવારોની આખરી યાદી અને ઉમેદવારોના નિશાન સાથે પ્રસિદ્ધ કરાશે. મહીસાગર જિલ્લાની વીરપુર બેઠક પર ભાજપના શાભેસિંહ મોંઘાભાઈ પરમારનું એક જ ફોર્મ માન્ય રહેતા બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

કઇ બેઠક પર કેટલા ફોર્મ માન્ય

આણંદ જિલ્લો

બેઠક

માન્ય ફોર્મ

આણંદ

ખંભાત

બોરસદ

પેટલાદ

ખેડા જિલ્લો

ઠાસરામાં

કઠલાલ

કપડવંજ

મહેમદાવાદ

માતર

નડિયાદ

મહીસાગર જિલ્લો

બાલાસિનોર

વીરપુર

 

Tags :