Get The App

ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા 1 - image


ભાવનગર રેલવે મંડળની ટિકિટ ચેકિંગ ટીમે પાંચ માસમાં કાર્યવાહી કરી

ટિકિટ વિના અને અનઅધિકૃત ટિકિટ સાથે યાત્રા કરતા લોકો પાસેથી રૂા.૨,૭૧ કરોડનો દંડ વસૂલ્યો

ભાવનગર: ભાવનગર રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોમાં મફતની મુસાફરી કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. ટિકિટ ચેકિંગ ટીમે પાછલા પાંચ માસમાં જુદા-જુદા રૂટની ટ્રેનોમાં ત્રાટકી ૪૨ હજારથી વધુ ખુદાબક્ષ મુસાફરોને પકડી પાડી રૂા.૨.૭૨ કરોડનો દંડ વસૂલ્યો હતો. જે દંડની રકમની રેલવેના રાજસ્વમાં વધારો થયો હતો. રેલવેની કામગીરીથી ટિકિટ વિના કે અનઅધિકૃત ટિકિટ સાથે ટ્રેનોમાં યાત્રા કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ભાવનગર રેલવે મંડળ દ્વારા એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન હાથ ધરાયેલી ટિકિટ ચેકિંગ કામગીરીમાં સૌથી વધુ એપ્રિલ અને મે માસમાં ખુદાબક્ષ મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા હતા. આ બે માસમાં જ રેલવેએ દંડ પેટે દોઢ આસપાસની રકમ વસૂલી હતી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પણ ચેકિંગની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના એપ્રિલથી ઓગસ્ટ માસમાં ૨૬,૬૫૫ની તુલનામાં ૪૨,૪૭૨ ખુદાબક્ષ મુસાફરો પકડાયા હતા. ગત વર્ષે પાંચ માસ (એપ્રિલથી ઓગસ્ટ)માં રેલવેએ રૂા.૧,૮૧,૧૧,૫૬૩નો દંડ વસૂલ્યો હતો. તેની સામે આ વર્ષે દંડ પેટે રૂા.૨,૭૧,૬૨,૯૫૫ની રકમ રેલવેની તિજોરીમાં જમા થઈ છે.

ટિકિટ ચેકિંગની કામગીરી અને દંડની વસૂલાત

મહિનો

કરેલા કેસ

(2024-25)

કરેલા કેસ

(2025-26)

આવક

(2024-25)

આવક

(2025-26)

એપ્રિલ

,૮૫૭

૧૧,૩૯૦

૬૫,૫૩,૪૬૫

૭૭,૨૨,૫૭૦

મે

,૨૫૫

૧૦,૦૨૪

૫૪,૫૨,૬૫૫

૬૮,૩૭,૯૧૦

જૂન

,૫૭૦

,૬૮૫

૩૬,૫૧,૧૭૫

૪૩,૨૮,૦૧૦

જુલાઈ

,૦૯૪

,૯૧૩

૧૨,૯૬,૪૮૫

૩૯,૧૧,૦૧૦

ઓગસ્ટ

,૮૭૯

,૪૬૦

૧૧,૫૭,૭૮૫

૪૩,૬૩,૪૫૫

કુલ

૨૬,૬૫૫

૪૨,૪૭૨

,૮૧,૧૧,૫૬૩

,૭૧,૬૨,૯૫૫

Tags :