Gujarat

કોરોના સંક્રમણમાં જુલાઈ માસમાં કતારગામના 41 દર્દીઓ મોતને ભેટયાં

By GS Team
15 Jul 20202 mins read
This article was originally published on 15 Jul 2020
કોરોના સંક્રમણમાં જુલાઈ માસમાં કતારગામના 41 દર્દીઓ મોતને ભેટયાં

સુરત, તા. 15 જુલાઈ, 2020, બુધવાર

1 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે સુરતના કતારગામ ઝોનમાં ૫૯૨ કોરોના પોઝીટીવ દર્દી વધ્યા છે. તે સાથે મૃત્યુ પણ ઝડપથી વધ્યા છે. ૧૪ દિવસમાં જ સત્તાવાર રીતે 41 દર્દીના મૃત્યુ થયા છે. જે શહેર-જિલ્લાના કુલ મૃત્યુઆંકના ૨૪ ટકા છે. 

કતારગામ ઝોન માટે જુલાઈ માસનુ પહેલું પખવાડિયું અપશુકનિયાળ રહ્યું છે.1૧ જુલાઇએ ઝોનમાં 1288 પોઝીટીવ કેસ હતા જે 14 જુલાઈએ વધીને સીધા 1886 થઈ ગયાં છે. 14 દિવસમાં દૈનિક 42 કેસની મુજબ કુલ 598 કેસ વધ્યા છે. જે અન્ય ઝોન કરતા વધુ છે. તેમજ ફેટેલીટી રેટ પણ ઉંચો રહ્યો છે. 14 દિવસમાં ડેથ રેટ 7 ટકા છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ આ દિવસોમાં 9 મહિલા, 32 પુરુષ મળી 41 લોકોના કોરોનાથી મોત થયા છે.

જુલાઈ માસના 14 દિવસમાં સુરત જિલ્લાના તાલુકા અને સુરત મ્યુનિ.ના 8 ઝોન મળીને સત્તાવાર મોતનો કુલ આંકડો 177 છે જેમાંથી 41 મૃતકો કતારગામ ઝોનના છે. કતારગામ ઝોનમાં વાઈરલ લોડ, પોઝીટીવ દર્દીઓ અને મરણાંક પણ વધુ હોવા છતાં હજી પણ ઝોનમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું પુરૃ પાલન થતું ન હોવાથી આગામી દિવસોમાં હજી પણ કતારગામ ઝોનમાં સ્થિતિ નાજુક થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

14 દિવસમાં સિટી અને ગ્રામ્યમાં ક્યા કેટલા મોત

ઝોન-મોતની સંખ્યા

કતારગામ    43

સેન્ટ્રલ        18

અઠવા        06

લિંબાયત     09

રાંદેર         13

ઉધના        12

વરાછા એ    20

વરાછા બી    13

કામરેજ       16

ઓલપાડ     04

પલસાણા     02

માંગરોળ      01

માંડવી        01

બારડોલી     01