Get The App

જામનગર તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના 41 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
જામનગર તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના 41 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો 1 - image


Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ઉપરાંત પંચકોશી એ. ડિવિઝન અને પંચકોસી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા કુલ 41 લાખની કિંમતના ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, અને તેના ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.

 જામનગર ગ્રામ્ય વિસ્તારના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કુલ 14,657 નંગ ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 2292 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 548 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ 17,497 નંગ દારૂ-બિયરની બોટલોના જથ્થાનો નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યામાં કુલ 41,83,527 રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કે જેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગર ગ્રામ્ય વિસ્તારના એસડીએમ, તેમજ મામલતદારની ટીમ, નશાબંધી શાખાના અધિકારી અને કાલાવડ ગ્રામ્ય ઉપરાંત પંચકોષી એ. ડિવિઝન અને બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

Tags :