Get The App

પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી

ફોનનું નેટવર્ક જતું રહેતા ગ્રાહકો પરેશાન : પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
પૂર્વ વિસ્તારમાં  BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી 1 - image

 વડોદરા,શહેરના પૂર્વ વિસ્તારમાં બી.એસ.એન.એલ.ના પીલરમાંથી ૪૦૦ મોડયૂલ ચોરાઇ જતા ફોનનું નેટવર્ક જતું રહેતા ગ્રાહકોને  હેરાન થવાનો વારો આવ્યો હતો.

બી.એસ.એન.એલ. દ્વારા શહેરના અલગ - અલગ વિસ્તારોમાં ટેલિકોમ સર્વિસ માટે પીલર બનાવવામાં આવ્યા છે. એક પીલરમાં ૧૦૦ ડિસ્ટ્રીબ્યૂશન મોડયુલ લગાવ્યા હોય છે.  ગત ૨૭ મી તારીખે પાણીગેટ બી.એસ.એન.એલ.ની ઓફિસ પર ગ્રાહકોની  ફરિયાદ આવી હતી કે, ફોનમાં અચાનક નેટવર્ક  આવતું બંધ થઇ ગયું છે. જેથી, સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા પાણીગેટ મેમણ કોલોની, આજવારોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે, ઉમા ચાર રસ્તા પાસેના પીલરમાં એકપણ મોડયૂલ નહતા. જ્યારે  વૃંદાવન ચાર રસ્તા પાસે તથા કલાદર્શન ચાર રસ્તા  પાસેના બે પીલરમાં મળીને કુલ ૧૦૦ પીલર નહતા. જે અંગે પાણીગેટ  પોલીસે ગુનો દાખલ કરી  તપાસ હાથ ધરી છે.