Get The App

હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક 1 - image


ટેકાના ભાવે ખરીદી શરૃ નહીં થતાં યાર્ડમાં પાક વેચવા ખેડૂતો મજબૂર

17 હજાર મણ મગફળી, 20 હજાર મણ કપાસ સહિતની જણસોની આવકથી યાર્ડ ઊભરાયું

હળવદ - હળવદ પંથકમાં ટેકાના ભાવે ખરીદી શરૃ નહીં થતાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં નીચા ભાવે પાક વેચવા મજબૂર બન્યા છે. હળવદ માર્કેટ યાર્ડમાં મગફળી-કપાસ સહિત ૪૦ હજાર મણથી વધુની જણસોની આવક થઇ છે.

યાર્ડમાં જણસો વેચવા આવેલા ખેડૂતોઓએ જણાવ્યું કે યાર્ડમાં સારી મગફળીના ઉંચા ભાવ પણ ટેકાના ભાવ સુધી પહોંચ્યા ન હતા. માવઠાનો માર સહન કર્યા બાદ હવે બે ત્રણ દિવસથી કમોસમી વરસાદની વિદાય થતા જ ખેડૂતો લીધેલા કરજ ચૂકવવા અને લગ્નગાળાની સીઝનના ખર્ચને પહોંચી વળવા ઘરમાં સાચવી રાખેલ કપાસ, મગફળી, સહિતની અન્ય જણસી વેચવા અધીરા બન્યા છે.

માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ જણાવ્યા મુજબ યાર્ડમાં અંદાજે ૬૦૦થી વધુ વાહનોની આવક થઈ હતી. જેમાં અંદાજીત ૧૭ હજાર મણ મગફળી,૨૦ હજાર મણ કપાસ સહિતની અન્ય જણસી ૪૦ હજાર મણથી વધુની આવકો થય હતી.

યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ કપાસના રૃ.૧૩૫૦થી ૧૫૫૦, મગફળીના રૃ.૯૦૦થી રૃ.૧૨૦૦ સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે મગફળી લીલી હોય તો બે ત્રણ દિવસ સુકવીને લાવવાનો આગ્રહ રાખો, જ્યારે વેપારીને ખેડૂતોના હિતને ધ્યાન લઈને વધુમાં વધુ મગફળીની ખરીદી થાય એવું આયોજન કરવા અપીલ કરી હતી.

ખેડૂત એ જણાવ્યું હતું કે હળવદ યાર્ડમાં ખેડૂતોને સારામાં સારી મગફળીના પણ ટેકાના રૃ.૧૪૫૨ સુધીના ભાવ મળતા નથી. ત્યારે આગામી તા.૯મીથી સરકારે દરેક ખેડૂત પાસેથી ૧૨૫ મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરતા હવે યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. મગફળીના રૃ.૯૦૦થી રૃ.૧૨૫૦ પ્રતિમણભાવ મળી રહ્યા છે.

 

Tags :