Gujarat
ઠાસરા પાલિકામાં ઉભરાતી ગટરથી 40 ઘરોને હાલાકી
By GS TEAM
7 Aug 20251 min read

- વોર્ડ નં.-6 માં એક વર્ષથી સમસ્યા
- રજૂઆત કર્યાને અઠવાડિયું થવા છતાં કામ કરવામાં વહિવટી તંત્રના ઠાગાઠૈયા
ડાકોર : ઠાસરા પાલિકાના વોર્ડ નં.-૬માં એક વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાથી ૪૦ ઘરના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં વહિવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
ઠાસરા શહેરમાં કૃષ્ણા ટાઉનશીપ સોસાયટી ઘણા વર્ષોથી બનેલી છે. સોસાયટીમાં આવેલા આશરે ૪૦ મકાનો રહીશો ઉભરાતી ગટરના પ્રશ્નને લઈને એક વર્ષથી નગરપાલિકા કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. આ અંગે વારંવાર રજુવાત કરતા માત્ર ઠાલા વચનો આપી અધિકારીઓ આંખ આડાકાન કરી દેતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ અંગે પાલિકામાં તા. ૧લી ઓગસ્ટે રજૂઆત કરાઈ હતી. જે અંગે ત્વરિત સફાઈ કરવાનું સૂચન કરવા છતાં અઠવાડિયું વિતવા છતાં ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી નહીં કરતાં નર્કાગાર સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.








