સૌરાષ્ટ્રમાં વધુ છ સ્થળોએ હારજીતની બાજી લગાવતા 40 પત્તાપ્રેમી ઝડપાયા
ભીમ અગિયારસ સાથે જુગારની પરંપરાગત મોસમ શરૂ
જામનગરમાં પૂર્વ મહિલા કોર્પોરેટરનો પતિ અને ડુંગર ગામે મહિલા ઉપસરપંચનો પુત્ર પણ પોલીસની ઝપટે ચડયા, રૂા.૪.૬૬ લાખનો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી
જામનગર જિલ્લામાં ત્રણ સ્થળેથી રૂા.૩.૭૩ લાખના મુદામાલ સાથે ચાર મહિલાઓ સહિત ૨૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા હતા. જેમાં જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાંથી પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ભરત મોહનભાઈ કલ્યાણી ઉપરાંત પંકજ બળવંતરાય દવે, નરેશ ચમનલાલ શાહ, સુરેશ વલ્લભભાઈ બુદ્ધદેવ અને લવેસ કાંતિલાલ વ્યાસ વગેરેની અટકાયત કરી હતી. જ્યારે ધ્રોળ નજીક લતીપર ગામમાં જુગાર રમી રહેલી ચંપાબેન કેશુભાઈ વાઘેલા, નીમીબેન ભરતભાઈ વાઘેલા, વિજયાબેન લવજીભાઈ વાઘેલા, મીનાબેન મનસુખભાઈ વાઘેલા ઉપરાંત અશ્વિન બટુકભાઈ વાઘેલા, ભુપત રામજીભાઈ વાઘેલા વગેરેની અટકાયત કરી હતી. આ ઉપરાંત જામજોધપુરના જીણાંવારી ગામમાં રહેતા ખેડૂત ધર્મેશભાઈ જેસાભાઈ કારેણાની વાડીની ઓરડીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધર્મેશ કારેણા ઉપરાંત હિરેન ભગવાનજી અમલાણી, ઇકબાલ સુલેમાન સંધિ, કાસમ સુલેમાન સંધિ, ઉમંગ પ્રવીણ પરમાર, આદમ કારા નોઈડા, રાજેશ પ્રવીણ પરમાર, શાંતિલાલ બાલુભાઈ પરમાર અને પ્રવીણ જેસા કારેણાંની અટકાયત કરી હતી.
ગોંડલમાં ભગવતપરાની દોમડીયા સોસાયટીમાં રહેતા મનોજ શંભુભાઇ બાવળીયા પોતાનાં રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને મનોજ શંભુભાઇ બાવળીયા, રમેશ મોહન રોજાસરા, સુરજ કિશોર બાવળીયા, વિશાલ રવજી વાવડીયા, કિશોર હર્ષદ મકવાણા, સાગર કિશોર જમોડ, પ્રવિણ રણછોડ મકવાણા તથા દિવ્યેશ રમણીક મકવાણાને ઝડપી લઇને રૂા.૫૯,૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડીનાં ઉંધાટીંબી ધાર વિસ્તારમાં જુગાર રમી રહેલા મુકેશ ભુપત સોમેશ્વર, અરવિંદ સોમા દાફડા, શૈલેષ છગન મકવાણા, મેહુલ ઉર્ફ મયંક રમણીક ચાવડા, લાલો રમેશ દેવીપુજક તથા એક સગીરને રૂા.૧૨,૮૭૦ની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા તાલુકાના ડુંગર ગામે સ્ટેટ બેંક પાસે શેરીમાં જાહેરમાં મહિલા ઉપસરપંચના પુત્ર સહિત પાંચ ઇસમો પ્રકાશ જીવનભાઇ વાળા, જગદીશ હીપાભાઇ મોરી, સુરેશ અમરાભાઇ ગોહીલ, વિવેકભારથી મનુભારથી ગૌસ્વામી, વિશાલભારથી મનુભારથી ગૌસ્વામીને પોલીસે રોકડા રૂા. ૧૮,૫૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે મકરાણીવાસમાં બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા સલીમ અજીત મકરાણી, સમસુદીન તાજુદીન મકરાણી, સલીમ અદરેમાન મકરાણી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂા. ૧૧૦૦ જપ્ત કરી હતી.