Get The App

રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ 1 - image


Rajula News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ પોલીસની ટીમ, કોસ્ટગાર્ડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે. નદીમાં ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે. ધારાસભ્ય હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીના પાણીમાં ઉતર્યા છે. 

આ ઘટના અંગે ઈન્ચાર્જ મામલદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું હતું કે, 'નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા અમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. કોસ્ટગાર્ડ અને અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે.'

રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ 2 - image

મળતી માહિતી અનુસાર, ડૂબેલા યુવાનો રાજુલાના બર્બટાણાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ડૂબેલા યુવાનોમાં કાના ખીમાભાઇ પરમાર, મેરામ ખીમાભાઇ પરમાર, ભરત ખીમાભાઇ પરમાર અને પીન્ટુ પાછાભાઈ વાઘેલા હોવાનું જણાઈ રહ્યું છે.


Tags :