જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ચાર મહિલાઓ દિવાળી કામ કરવાના બદલે ગંજીપાનાનો જુગાર રમતા પકડાઈ

Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં એક તરફ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, અને ખાસ કરીને પરિવારના મહિલા સભ્યો દિવાળી દરમિયાન ઘર સજાવટના કામમાં લાગી ગયા છે, ત્યારે દિવાળીનું ઘર કામ કરવાના બદલે કેટલીક મહિલાઓ જુગારના રવાડે ચડી ગઈ હોવાનું, અને ગંજીપાના વડે જુગાર રમતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.
જેના આધારે ગઈકાલે નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડયો હતો, ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી મીનાબેન મનસુખભાઈ ચૌહાણ, રીટાબા ભાવેશસિંહ જાડેજા, શાંતાબેન બાલુભાઈ સોલંકી તેમજ જીવીબેન ધનાભાઈ ગોધમ વગેરેની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા 6,210 ની રોકડ રકમ તથા જુગારનો સામાન કબજે કર્યો છે.