Gujarat

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ

By GS TEAM
21 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ચાર મહિલાઓ દ્વારા સોસાયટી પાસે રહેતા શ્વાનના ત્રણ ગલુડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે એનિમલ વેલફેરની એનજીઓ ચલાવતા અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના લેક્ચરરે અજાણી મહિલાઓ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO:  અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ

Vadodara News: વડોદરામાં ચાર મહિલાઓ દ્વારા સોસાયટી પાસે રહેતા શ્વાનના ત્રણ ગલુડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે એનિમલ વેલફેરની એનજીઓ ચલાવતા અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના લેક્ચરરે અજાણી મહિલાઓ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં સમાજ વિદ્યાભવન ખાતે લેકચરર તરીકે નોકરી કરતા સમીરભાઈ ચંદુભાઈ ગજ્જર(રહે. ઘાટલોડિયા અમદાવાદ) દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, 'હું એનિમલ વેલફેરની એનજીઓમાં સ્વયંસેવક તરીકે પણ કામ કરું છું. વડોદરામાં રહેતા અને એનિમલ વેલ્ફેરનું કામ કરતા મહિલાએ મને એક વીડિયો મોકલ્યો હતો. જેમાં ગત 15 એપ્રિલ, 2026ની સાંજે 6:30 વાગે રઘુકુળ સ્કૂલ પાસે પંચમ ડુપ્લેક્સ પાસે ત્રણ ગલુડિયાઓને કોથળામાં ભરી કાર ચાલક લઈ ગયો હતો.'

વધુમાં તેમણે જણાવ્યું કે, 'વાઈરલ વીડિયો મામલે અમારા સભ્યો દ્વારા તપાસ કરતા ગલુડિયાઓ મળી આવ્યા ન હતા. અંતે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.'

આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા

કોથળામાં ગલુડિયાના પૂરનાર મહિલાઓ કોણ છે અને કારચાલકને લઈને પોલીસે વાઈરલ વીડિયાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.