Gujarat

ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ

By GS TEAM
24 Dec 20251 min read
ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ

વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાર ગામોનો ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇ નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે.

ડભોઇના કજાપુર,તરસાણા,વેગા અને ટીમ્બી ગામોની પંચાયતોનો તાલુકા માં સમાવેશ થતો હતો.પરંતુ આ પંચાયતોને નગર પાલિકામાં સામેલ થવા માટે પ્રક્રિયા હાથ ધરાતાં જિલ્લા પંચાયતની પણ મંજૂરી માગવામાં આવી હતી.જેથી જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયતોએ જે નિર્ણય લીધો હોય તે માન્ય રાખવા સંમતિ આપી હતી.

તો બીજીતરફ નગર પાલિકામાં પુરતી સુવિધા નહિ મળતી હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ આ ગામોને પાલિકામાં સમાવેશ નહિ કરવા માગ કરી રેલી પણ કાઢી હતી.આવા માહોલ વચ્ચે ઉપરોક્ત ચારેય ગામોનો પાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.