Get The App

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ 1 - image

- મહાનગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા કવાયત 

- 4 દુકાનનો 98 હજાર અને સી.પી. મિ એન્ડ બ્રધર્સના કારખાનાનો 1.47 લાખનો વેરો બાકી હોવાથી કાર્યવાહી 

નડિયાદ : નડિયાદ શહેરમાં બાકી મિલકત્ વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકાએ ચાર દુકાનો અને એક કારખાનુ સીલ કર્યું છે.મહાનગરપાલિકાએ બાકી વેરો વસૂલવા માટે કવાયત હાથ ધરી છે. 

નડિયાદ મહાનગરપાલિકાએ બારકોશિયા રોડ પર આવેલી ઇશાક યુસુફ કોઠારીની ૪ ચાર દુકોને સીલ કરી છે. આ દુકાનોનો ૯૮.૪૫૮ રૂપિયો વેરો બાકી હતી. નડિયાદ રેલવે સ્ટેશનના પાછળના ભાગે આવેલા સી.પી. મિી એન્ડ બ્રધર્સના કારખાનાનો ૧.૪૭ લાખનો વેરો બાકી હોવાથી પણ સીલ કરી દેવામાં આવ્યું છે. બંને મિલક્તો પર મળીને ૨.૪૫ લાખ વેરો બાકી હતી. કાયમી નોટિસો અને ચેતવણી આપ્યા છતાં મિલક્તધારો દ્વારા બાકી રકમની ચૂકવણી કરવામાં આવી ન હતી. જેના કારણે પાલિકાએ મલિક્ત સીલ કરી છે. 

બાકીદાર મિલકતધારકોને તાત્કાલિક ધોરણે બાકી વેરો ભરવાની સૂચના આપવામાં આવી છે.નહીં તો આવનારા દિવસોમાં શહેરની વધુ મિલકતો પર પણ આ જ પ્રકારની સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે.