જામનગર શહેરમાં શનિ-રવિ દરમિયાન 4 પોઝીટીવ કેસ નોંધાયો : કુલ એકિટવ કેસ 34
Jamnagar Corona Update : જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડી છે, શહેરમાં શનિવારે 3 જ્યારે ગઈકાલે રવિવારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જે તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે 2 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ 34 કેસ એક્ટિવ કેસ છે. જયારે એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જામનગરમાં શહેરી વિસ્તારમાં ગઈકાલે રવિવારે પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 48 વર્ષિય મહિલા કોરોના ગ્રસ્ત બન્યા છે. અને તેઓને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. તેમજ તેમના પરિવારના કોવીડ સેમ્પલ લેવાયા છે. આજની સ્થિતિએ જામનગર શહેરમાં કુલ 34 એક્ટિવ કેસ છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શનિ રવિ દરમિયાન કોઈ નવો કેસ નોંધાયો નથી, પરંતુ હાલ ત્રણ એક્ટિવ કેસ છે. તેમજ જામનગર શહેરમાં આજદિન સુધીમાં 153 કેસ નોંધાયા છે.