Get The App

ઓલ ઇન્ડિયા વાદો- કાઈ કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ 8 મેડલ જીત્યા

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
ઓલ ઇન્ડિયા વાદો- કાઈ કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ 8 મેડલ જીત્યા 1 - image

દાર્જિલિંગ ખાતે આયોજિત વાદો- કાઈ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન મેળવવા સાથે વડોદરાના 4 ખેલાડીઓએ 8 મેડલ હાંસિલ કરી ગૌરવ વધાર્યું છે.

દાર્જિલિંગ ખાતે ઓલ ઇન્ડિયા વાદો- કાઈ કરાટે ડુ એસોસિએશન દ્વારા તા. 30 મેથી 1 જુન 2025 દરમ્યાન 27 મી ઓલ ઇન્ડિયા વાદો- કાઈ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા વાદો- કાઈના 12 રાજ્યોના 270 ખેલાડીઓ વચ્ચે યોજાયેલ આ ચેમ્પિયનશિપમાં ગુજરાત પ્રથમ સ્થાને જ્યારે વેસ્ટ બંગાલ દ્વિતીય અને આસામ તથા અરુણાચલ તૃતીય સ્થાને રહ્યા હતા. વડોદરાના વિજયી થયેલ ખેલાડીઓમાં પનશુલ પ્રજાપતિએ બે ગોલ્ડ મેડલ, ખ્વાહિશ ચાવડાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ , નિવેદિતા કદમએ બે સિલ્વર મેડલ અને કરણ શાહએ સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યો હતો. વિજેતા ખેલાડીઓના કોચ તરીકે નિખીલ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ અને દેવિકા અગ્રવાલનો સમાવેશ થાય છે. મુખ્ય અતિથિ ભૂપેન્દ્ર ઘિસિગ અને લખપા શેરપાના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા.


Tags :