Get The App

અમદાવાદના સાબરમતીમાં 4 લોકો લિફ્ટમાં ફસાયા, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢતાં હાશકારો

Updated: Mar 27th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના સાબરમતીમાં 4 લોકો લિફ્ટમાં ફસાયા, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢતાં હાશકારો 1 - image

Sabarmati News: અવાર-નવાર લિફ્ટમાં ફસાઇ જવાની ઘટનાઓ બનતી હોય છે. ધૂળેટીના તહેવાર પર ચાંદખેડા વિસ્તારમાં 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા. જેમને દિવાલ તોડીને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. ત્યારે હવે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 4 લોકો લિફ્ટમાં ફસાઇ જતાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવતાં રાહતનો શ્વાસ લીધો છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. 

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી વિસ્તારમાં મૈત્રી સર્કલ પાસે આવેલા આદિત્ય એવન્યુમાં લિફ્ટમાં 4 જેટલા સ્થાનિક રહીશો લિફ્ટમાં ફસાઇ જતાં જીવ તાળવે ચોંટી ગયો હતો. થોડીવારમાં બૂમાબૂમ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ ફાયર વિભાગને કોલ કરતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન આદરી તમામ લોકોને સહી-સલામત રીતે લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક લિફ્ટ બંધ પડી જતાં લિફ્ટમાં ફસાયેલા લોકો ગભરાઇ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી છે. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બહાર કાઢી લેવામાં રાહતનો શ્વાસ લીધો હતો. 

આ પણ વાંચો: ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા 29મી માર્ચથી થશે શરૂ, 3 કરોડના ખર્ચે સુવિધાઓ ઊભી કરાઈ

ધૂળેટીના દિવસે ચાંદખેડામાં 10 મહિલાઓ લિફ્ટમાં ફસાઇ હતી

ધૂળેટીના દિવસે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 10 મહિલાઓ લિફ્ટમાં ફસાઇ જતાં ગભરાઇ ગઇ હતી અને બૂમરાડ મચી જવા પામી હતી. સોસાયટીના સ્થાનિક રહીશોએ તાત્કાલિક લિફ્ટની કંપનીના કર્મચારીઓને સંપર્ક કર્યો હતો પરંતુ લિફ્ટના કર્મચારીઓ મહિલાઓને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ જતાં દિવાલ તોડીને મહિલાઓને બહાર કાઢી હતી.