Gujarat

સલુણ ગામ અને નવાનગર પાસે અકસ્માતમાં 4 વ્યક્તિને ઇજા

By GS TEAM
8 Dec 20251 min read
સલુણ ગામ અને નવાનગર પાસે અકસ્માતમાં 4 વ્યક્તિને ઇજા

- નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલા

- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, બંને અકસ્માત મુદ્દે પોલીસે ગુનો નોંધ્યો 

નડિયાદ : નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલી સલુણ ગામની સીમમાં અને નવાનગર વણસોલ પાટિયા નજીક ટુ-વ્હીલર વચ્ચે સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ હતી. 

સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં રહેતા પ્રિતેશભાઈ ઉદેસિંહ ગોહિલ અને તેમનો મિત્ર સંજય કનુભાઈ ગોહેલ તમાકુના ધરુની તપાસ માટે બાઈક લઈને કંજરી ગયા હતા. તેઓ કંજરીથી સલુણ ગામની સીમમાંથી પસાર થતા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા બાઈકે તેમના બાઈકને ટક્કર મારતા પ્રિતેશભાઈ ઉદેસિંહ ગોહિલ તેમજ સંજયભાઈ ગોહેલને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં ઉમરેઠ તાલુકાના લીગડામાં રહેતા મનુભાઈ આશાભાઈ મકવાણા અને તેમની પત્ની જશોદાબેનને મોપેડ પર મહાગુજરાત હોસ્પિટલમાં સંબંધીની ખબર કાઢવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ઘરે જતા હતા ત્યારે નડિયાદ-ડાકોર રોડ ઉપર વણસોલ પાટિયા નવાનગર નજીક અન્ય મોપેડે તેમના મોપેડને ટક્કર મારતા દંપતી નીેચે પટકાતા ઈજા પહોંચી હતી. જેથી બંનેને ૧૦૮ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.