ટ્રકની ટક્કરે કચ્ચરઘાણ થયેલી કારમાં સવાર 4 વ્યક્તિનો આબાદ બચાવ

- તારાપુર સિક્સલેન હાઈવે પર અકસ્માત
- જામનગરના વ્યક્તિ કુટુંબી બાઈઓ તથા મિત્રો સાથે મુંબઈથી પરત ફરતા હતા : એક યુવકને સામાન્ય ઈજા
જામનગરના ગોકુલ નગર શેરી નંબર-૧ ખાતે રહેતા વિશાલ રણછોડભાઈ સુનગરા તેમના કુટુંબી ભાઈ તથા બે મિત્રો સાથે ગાડી લઈ મુંબઈથી જામનગર જવા માટે નીકળ્યા હતા. આજે બપોરે બે વાગ્યાના અરસામાં તારાપુર હાઈવે પર આવેલી શહાદત હોસ્પિટલની સામેની તરફના રસ્તા પરથી કાર પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના ચાલકે
વિશાલભાઈની કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતમાં ચાર પૈકી એક મુસાફરને સામાન્ય ઈજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
તારાપુર પોલીસે વિશાલ રણછોડભાઈ સુનગરા રહે.ગોકુલનગર શેરી નંબર-૧, જામનગરવાળાની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.








