Get The App

મીયાપુરની સીમમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
મીયાપુરની સીમમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા 1 - image

- પૈસાની હારજીતનો જુગાર રમતા હતા

- પોલીસે રોકડ રકમ રૂપિયા 5,400 સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : મીયાપુર ગામની સીમમાંથી પત્તાપાનાનો જુગાર રમતા ચાર શખ્સો જુગારનું સાહિત્ય, રોકડ રૂ .૫,૪૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા પોલીસ શનિવારની સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન મળેલ બાતમી આધારે પોલીસે મીયાપુર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં રમાતા જુગાર પર રેડ પાડતા જુગાર રમતા લોકોએ નાશ ભાગ કરી મૂકી હતી. પોલીસે સ્થળ પરથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા રજામનમુસ્તુફા ઇમ્તીયાજુદ્દીન કાઝી, સોહીલમહંમદ બસીરમહંમદ મલેક, વિજયભાઇ વિનુભાઈ તળપદા અને તાહીરહુસેન અલાદમિયા મલેકને જુગાર રમવાનું સાહિત્ય, રોકડ રૂ.૫,૪૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.