Gujarat

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

By GS TEAM
19 Dec 20251 min read
ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

10 હજારથી વધુની રોકડ જપ્ત

ધ્રાંગધ્રાની બાંભા શેરીમાંથી દારૃની ૪૭ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રા -  ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા ચાર શખ્સ દસ હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા હતા. જ્યારે ધ્રાંગધ્રાની બાંભા શેરીમાંથી દારૃની ૪૭ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા (૧) વિક્રમભાઈ ભરતભાઈ દેકાવાડિયા (૨) ચંદુભાઈ અણદાભાઈ ભરમાણી (૩) અરવિંદભાઈ દેવશીભાઈ સોલંકી  (૪) ભરતભાઈ બળદેવભાઈ ધામેચા રોકડ રૃ.૧૦,૬૨૦ સાથે ઝડપાયા હતા. પોલીસે તમામ વિરૃદ્ધ જુગાર ધારા હેઠળ પોલીસ સ્ટેેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસે બાંભા શેરી વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નજરે પડતા તેને અટકાવી તેના હાથમાં રહેલા થેલામાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન થેલામાંથી ઈંગ્લીશ દારૃની ૪૭ બોટલ રૃ. ૯,૪૦૦ કબજે કર્યો હતો. પોલીસે દારૃ સાથે ઝડપાયેલા અસ્ફાકભાઇ હબીબભાઈ મકરાણી (રહે.ફૂલગલી) વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.