Gujarat

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા

By GS TEAM
23 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકી નામનો જુગાર રમતા ચાર શખ્સોને સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ પણ કબ્જે કરી ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકી નામનો જુગાર રમતા ચાર શખ્સોને સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ પણ કબ્જે કરી ગુનો નોંધ્યો છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી તા.22/05/2026 ના રોજ સાંજે આશરે 5:30 વાગ્યે ગુલાબનગર નારાયણનગરના ઢાળિયા પાસે આવેલ માલઘારી હોટલની બાજુની ગલીમાં કરવામાં આવી હતી.

પોલીસે દરોડા દરમિયાન મુસ્તાક મહમદ અમરેલીયા, કાસમખાન ઉમરખાન પઠાણ, ઇરફાન સલીમભાઈ બહાદીદી તથા ભવાનભાઈ હિરાભાઈ સોનગરાને જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 7,650 ની રોકડ રકમ કબ્જે કરી હતી. સમગ્ર કાર્યવાહી સર્વેલન્સ સ્ક્વોડ પોલીસની ફરિયાદના આધારે હાથ ધરવામાં આવી હતી.