વરઘોડામાં ડીજે વગાડવા બાબતે દંડાથી 4 વ્યક્તિ પર હુમલો
- ઉમરેઠના હમીદપુરા ગામે લગ્નના
- ગીતો બંધ કરો કહી આવી પહોંચેલા બે શખ્સોએ ઝઘડો કરી લાકડીઓ ફટકારી
ઉમરેઠ તાલુકાના હમીરપુરા ગામે ટેકરીવાળા ફળિયામાં રહેતા કનુભાઈ કાભઈભાઈ સોલંકીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી ગઈકાલે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. દરમિયાન ડીજે ઉપર ગીતો વાગતા હતા. ત્યારે મનોજભાઈ નટુભાઈ સોલંકી અને દિનેશભાઈ રમેશભાઈ સોલંકી હાથમાં લાકડી અને દંડા લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને ગીતો બંધ કરો તેમ કહી ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેથી અપશબ્દ બોલવાની ના પાડતા દિનેશભાઈએ કનુભાઈને લાકડી મારી દીધી હતી. જ્યારે મેલાભાઈ વચ્ચે પડતા તેમને પણ માથામાં લાકડી ફટકારી ઇજાઓ પહોંચાડી હતી. મનોજ સોલંકીએ લાકડાનો ડંડો હિતેશભાઈને માથામાં જ્યારે નિરાલીબેનને હાથના ભાગે મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.