Get The App

નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે 1 - image

દારૃનો જથ્થો ઉતારવામાં મદદગારી કરનાર શખ્સ ફરાર

લોકલ ક્રાઈમ બ્રાંચે દારૃ કાર મળી રૃ.૪.૪૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગરઘોઘારોડ અખીલેશ સર્કલ પાસે આવેલ નટરાજ ફાર્મની બાજુમાં આવેલ ગોપાલ નમકીનના ગોડાઉન અને કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ચાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ ભાવનગર સિટીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ઘોઘારોડ અખીલેશ સર્કલ પાસે આવેલ નટરાજ ફાર્મની બાજુમાં આવેલ ગોપાલ નમકીનના ગોડાઉન પાસે રોડ ઉપર કારમાં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૃ ગોપાલ નમકીનના ગોડાઉનના માલીક રમેશ લક્ષ્મણભાઈ જાંબુચા તથા કારનો ચાલક સતીષ શામજીભાઈ ગોહેલ તથા તેના માણસો  કારમાંથી ઈગ્લીશ દારૃ ગોડાઉનમાં ઉતારે છે. જેથી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી કાર અને નમકીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૃના ચપટા નંગ ૧૪૪૦ કિ.રૃ.૧ ,૪૮,૮૦૦ની મળી આવતા સતીશ શામજીભાઈ ગોહેલ, રમેશ લક્ષ્મણભાઈ જાંબુચા, રાહુલ અશોકભાઈ સરવૈયા, નીતેશ લવજીભાઈ મકવાણાને વિદેશી દારૃ કાર મળી રૃ.૪ ૪૮ ૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે મદદગારીમાં સામેલ હરેશ ઉર્ફે ભયલું ધનજીભાઈ બારૈયા ફરાર થઈ ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચે પાંચ શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.