Gujarat

વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો

By GS TEAM
19 Oct 20251 min read
વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો

- યુવાનને માર મારી 15 હજારની લૂંટ ચલાવી હતી

- દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા એક મહિના સુધી રેકી કરી અપહરણ વિથ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો

વિરમગામ : વિરમગામ બસ સ્ટેન્ડમાંથી આંગડીયા પેઢીમાં કામ કરતા બોપલના યુવાનનું અપહરણ કરી લૂંટ આચરનાર ચાર શખ્સની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

વિરમગામ બસ સ્ટેન્ડમાં ગત ૧૩મી ઓક્ટોબરના રોજ આંગડિયા પેઢીમાં કામ કરતાં અમદાવાદના બોપલ રહેતા દિનેશ વાડીલાલ સોનીનું ચાર શખ્સોએ અપહરણ કરી ૧૫ હજારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ અને વિરમગામ ટાઉન પોલીસે સીસીટીવી તેમજ હુમન સોર્સથી મળેલી ચોક્કસ બાતમીના આધારે (૧) પારસ ધર્મેશભાઈ સાધુ (રહે. વઢવાણ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર) (૨) મયુર અરજણભાઈ હોડા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, સાણંદ) (૩) રાકેશ દેવશીભાઈ રોજાસરા (રહે શિયાવાડા ગામ, તા.સાણંદ) (૪) ઉમેશ મેલાભાઈ સોળમીયા (રહે. શિયાવાડા ગામ, તા.સાણંદ)ને લૂંટના મુદ્દમામાલ સાથે ઝડપી પાડયા હતા.

આરોપીઓની પુછપરછ દરમિયાન દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા લૂંટની યોજના બનાવી હતી એક મહિના અગાઉ રેકી કરી લૂંટ વિથ અપરણના ગુનાને અંજામ આપ્યો હતો.