વડોદરામાં વધુ 4 શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા,કુલ સંખ્યા 70 થઇ
વડોદરાઃ વડોદરા પોલીસની ઝુંબેશ દરમિયાન આજે વધુ ચાર શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવતાં અત્યાર સુધી પકડાયેલા શકમંદોની સંખ્યા ૭૦ ઉપર પહોંચી છે.
શહેર પોલીસના ચાર ઝોનમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી રહી છે.જે દરમિયાન અત્યાર સુધીમાં ૧૮૦૦ થી વધુ શકમંદોને ચેક કરવામાં આવ્યા છે.તેમાં ૧૪ બાંગ્લાદેશી મળ્યા છે.જ્યારે ૬૬ શકમંદોની તપાસ જારી છે.
આજે જુદાજુદા સ્થળોએ ૧૦૬ શકમંદોની તપાસ કરવામાં આવી હતી.જે દરમિયાન ચાર જણાના દસ્તાવેજો શંકાસ્પદ જણાઇ આવતાં પોલીસે આ દસ્તાવેજો કબજે લીધા છે.
વડોદરા પોલીસની એક ટીમ બાંગ્લાદેશ અને બંગાળના બોર્ડર વિસ્તારના ગામોમાં શકમંદોના દસ્તાવેજોની ખરાઇ કરી રહી હોવાથી આજે મળેલા ચાર જણાના દસ્તાવેજો પણ ત્યાં ગયેલી ટીમને મોકલી આપવામાં આવ્યા છે.