Gujarat

વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા

By GS TEAM
6 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા નજીક હાઇવે ઉપર પાવાગઢના બે દર્શનાર્થીને લૂંટી લેનાર ગેંગને હરણી પોલીસે ઝડપી પાડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા

Vadodara Police : વડોદરા નજીક હાઇવે ઉપર પાવાગઢના બે દર્શનાર્થીને લૂંટી લેનાર ગેંગને હરણી પોલીસે ઝડપી પાડી છે.

રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિધ્ધપુર ખાતે રહેતા કેશુરામ લબાના અને તેના સંબંધી ગઈ તા.30મી એ બસમાં પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મધરાતે હાલોલને બદલે આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા. 

ત્યારબાદ તેઓ ચાલતા ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે સ્કૂટર અને મોટરસાયકલ ઉપર ચાર લૂંટારા આવ્યા હતા અને લિફ્ટ આપવાના નામે બંનેને બેસાડી અવાવરું સ્થળે માર મારીને લૂંટી લીધા હતા. 

આ બનાવમાં હરણી પોલીસે મોટરસાયકલ અને સ્કૂટરના નંબરને આધારે સીસીટીવી ફૂટેજ તપાસી ચાર જણાને ઝડપી પાડ્યા છે. પકડાયેલાઓમાં બે ભાઈઓ રાહુલ રામાભાઈ ચેનાની અને સિદ્ધાર્થ ચેનાની ઉપરાંત ચિરાગ ચિમ્પાન શિવપ્રસાદ અગ્રવાલ અને જગદીશ ઉર્ફે છોટુ બીપીનભાઈ રોહિત (તમામ રહે.મા શક્તિ વુડાના મકાનમાં, કમલાનગર, આજવારોડ)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી લૂંટેલો મોબાઇલ તેમજ બંને ટુ-વ્હીલર કબજે કર્યા છે.